જો તમે અત્યારે સારી નોકરીની શોધમાં છો, તો તમારા માટે એક ખૂબ જ આનંદના સમાચાર છે! ગુજરાતની જાણીતી સોફ્ટ ડ્રિંક્સ કંપની દાવત બેવરેજીસ પ્રા. લિ. (Davat Beverages) દ્વારા વર્ષ 2026 ની મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ઘણીવાર આપણને એવી ફરિયાદ હોય છે કે સારી પ્રાઈવેટ કંપનીઓમાં ફ્રેશર્સને મોકો નથી મળતો, પણ દાવત કંપનીએ આ વખતે એડમિન, IT, ઉત્પાદન (Production), અને એકાઉન્ટ્સ જેવા 17 થી વધુ અલગ-અલગ વિભાગોમાં 90 થી વધુ જગ્યાઓ માટે અનુભવીઓની સાથે-સાથે નવા ઉમેદવારો (Freshers) પાસે પણ અરજીઓ મંગાવી છે.
આ લેખમાં અમે તમને આ ભરતી વિશેની તમામ ‘A to Z’ માહિતી ખૂબ જ સરળ ભાષામાં આપીશું. જેમ કે, તમારે ઇન્ટરવ્યૂ આપવા ક્યાં જવાનું છે? કયા કયા દસ્તાવેજો સાથે રાખવાના છે? અને કંપની તરફથી તમને પગાર ઉપરાંત કઈ સુવિધાઓ મળશે? જો તમે પણ આ નામી કંપનીનો ભાગ બનવા માંગતા હોવ, તો આ લેખને છેલ્લે સુધી ચોક્કસ વાંચજો.
Davat Beverages Recruitment Gujarat 2026 | દાવત બેવરેજીસ ભરતી ગુજરાત 2026
| મુખ્ય માહિતી | વિગતો |
|---|---|
| સંસ્થાનું નામ | દાવત બેવરેજીસ પ્રા. લિ. |
| પદોનું નામ | વિવિધ |
| પગાર | નિયમો મુજબ |
| લાયકાત | અલગ અલગ |
| સત્તાવાર વેબસાઇટ | https://www.davatbeverages.com/ |
મહત્વની તારીખો (Important Dates)
આ ભારતની જાહેરાત 24 માર્ચ 2026ના રોજ બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારો આ પોસ્ટ માટે લાયક છે તેઓએ 26 અને 27 માર્ચ 2026ના રોજ સવારે 10:00 થી સાંજે 05:00 વાગ્યા દરમિયાન સીધા જ ઇન્ટરવ્યૂ માટે કંપનીના સરનામા પર “વોક-ઇન ઇન્ટરવ્યૂ” માટે જઈ શકો છો. તમે ઓનલાઇન ઇમેઇલ તથા વોટ્સએપના માધ્યમથી પણ અરજી કરી શકો છો.
| વિગત | તારીખ |
|---|---|
| જાહેરાત તારીખ | 24 માર્ચ 2026 |
| ઇન્ટરવ્યૂ તારીખ 1 | 26 માર્ચ 2026 (સવારે 10:00 થી સાંજે 05:00) |
| ઇન્ટરવ્યૂ તારીખ 2 | 27 માર્ચ 2026 (સવારે 10:00 થી સાંજે 05:00) |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ (Post Name & Vacancies)
કંપની દ્વારા વિવિધ વિભાગોમાં કુલ 90થી વધુ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. દરેક પોસ્ટ માટે અલગ-અલગ લાયકાત અને અનુભવ માંગવામાં આવેલ છે. આ ભરતીમાં એડમિન વિભાગથી લઈને ઉત્પાદન (પ્રોડક્શન), ગુણવત્તા (ક્વોલિટી), આઈટી, એકાઉન્ટ્સ, સ્ટોર, લોજિસ્ટિક્સ, માર્કેટિંગ અને મિકેનિકલ જેવા વિવિધ વિભાગોનો સમાવેશ થાય છે.
ખાસ કરીને ઉત્પાદન વિભાગમાં ઓપરેટરની 25 જેટલી જગ્યાઓ છે, જે ફ્રેશર્સ માટે સારી તક છે. ફોર્કલિફ્ટ ડ્રાઈવર, ફિટર, વેલ્ડર અને બોઈલર ઓપરેટર જેવી ટેક્નિકલ પોસ્ટ પણ છે.
| ક્રમ | વિભાગ | હોદ્દો | ખાલી જગ્યા |
|---|---|---|---|
| 1 | એડમિન | ટ્રાવેલ ડેસ્ક એક્ઝિક્યુટિવ | 2 |
| 2 | સ્ટોર | મદદનીશ | 3 |
| 3 | આર એન્ડ ડી | ઉત્પાદન અને પેકેજિંગ વિકાસ | 2 |
| 4 | આઇટી | એક્ઝિક્યુટિવ | 2 |
| 5 | એકાઉન્ટ | એકાઉન્ટ એક્ઝિક્યુટિવ | 2 |
| 6 | લોજિસ્ટિક્સ | એક્ઝિક્યુટિવ | 2 |
| 7 | ઉત્પાદન | લાઇન મેનેજર | 4 |
| 8 | ઉત્પાદન | સુપરવાઇઝર | 5 |
| 9 | ઉત્પાદન | ઓપરેટર | 25 |
| 10 | યાંત્રિક | ઇજનેર | 3 |
| 11 | માર્કેટિંગ | ડીએમએસ એક્ઝિક્યુટિવ | 4 |
| 12 | ગુણવત્તા | QMS એક્ઝિક્યુટિવ | 4 |
| 13 | ગુણવત્તા | લેબ/લાઇન કેમિસ્ટ | 15 |
| 14 | રવાનગી | ફોર્કલિફ્ટ ડ્રાઈવર | 7 |
| 15 | ઉપયોગિતા | ફિટર ઓપરેટર | 5 |
| 16 | બોઈલર | બોઈલર ઓપરેટર | 3 |
| 17 | પ્રોજેક્ટ | વેલ્ડર | 2 |
| કુલ | 92 |
પગાર (Salary)
પગાર કંપનીના નિયમો અને ઉમેદવારના અનુભવ, કુશળતા અને પોસ્ટ મુજબ નક્કી કરવામાં આવશે. કોઈપણ ખાનગી કંપનીમાં પગાર સામાન્ય રીતે ઇન્ટરવ્યૂ દરમિયાન જ જણાવે છે. Davat Beverages ની ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર, આ કંપની એક સ્થાપિત કંપની હોવાથી, ઉમેદવારોને ઉદ્યોગના ધોરણો મુજબ સ્પર્ધાત્મક પગાર આપવામાં આવશે. ફ્રેશર્સ માટે પણ સારો પગાર છે, જ્યારે અનુભવી ઉમેદવારો માટે તેમના અનુભવ પ્રમાણે પેકેજ નક્કી થશે. ઇન્ટરવ્યૂમાં તમે સ્પષ્ટતા કરી શકશો.
| વિગત | માહિતી |
|---|---|
| પગાર માળખું | સંસ્થાના નિયમો મુજબ (ઇન્ટરવ્યૂમાં જણાવવામાં આવશે) |
| નોંધ | અનુભવ અને પોસ્ટ મુજબ પગાર અલગ અલગ |
કંપની દ્વારા મળતી સુવિધાઓ (Company Benefits)
આ કંપનીમાં કર્મચારીઓની સુરક્ષા અને આરામનું ધ્યાન રાખવામાં આવે છે. કંપની દ્વારા પ્રોવિડન્ટ ફંડ (પીએફ) અને બોનસ જેવી લાંબા ગાળાની બચતની સુવિધા આપવામાં આવે છે. સાથે જ, કર્મચારીઓને પેઇડ લીવ (વેતન સાથેની રજા) પણ મળે છે.
કામ કરવા માટે યુનિફોર્મ આપવામાં આવે છે. જે કર્મચારીઓ દૂરથી આવે છે તેમના માટે સબસીડાઇઝ્ડ કેન્ટીન (ઓછા ભાવે ભોજન) અને રહેઠાણ (જો જરૂર હોય તો) અને પરિવહન ની સુવિધા પણ ઉપલબ્ધ છે. ઉપરાંત, કર્મચારીઓ માટે વીમો (ઈન્સ્યોરન્સ) પણ કંપની દ્વારા જ પૂરો પાડવામાં આવે છે.
| સુવિધા | વિગત |
|---|---|
| નાણાકીય લાભ | પીએફ (PF), બોનસ |
| રજાઓ | પેઇડ લીવ |
| કાર્ય સ્થળ | યુનિફોર્મ, સબસીડાઇઝ્ડ કેન્ટીન |
| રહેઠાણ | સબસીડાઇઝ્ડ રહેઠાણ અને પરિવહન |
| સુરક્ષા | વીમો (Insurance) |

આ પણ વાંચો – IIFCL Recruitment 2026
દરેક વિભાગમાં શું કામ કરવાનું રહેશે? (Job Roles & Responsibilities)
દાવત બેવરેજીસમાં અલગ-અલગ પોસ્ટ માટે જવાબદારીઓ નીચે મુજબ છે:
- એડમિન (ટ્રાવેલ ડેસ્ક): કંપનીના સ્ટાફ માટે ટિકિટ બુકિંગ, ટ્રાન્સપોર્ટ અને મુસાફરીના શિડ્યુલનું સંચાલન કરવું.
- સ્ટોર આસિસ્ટન્ટ: રો-મટિરિયલ અને તૈયાર માલની ઇન્વેન્ટરીનું ધ્યાન રાખવું તથા માલની આવક-જાવકની એન્ટ્રી કરવી.
- આઈટી એક્ઝિક્યુટિવ: કંપનીના કોમ્પ્યુટર નેટવર્ક, સોફ્ટવેર અને ટેકનિકલ સમસ્યાઓનું નિરાકરણ લાવવું.
- એકાઉન્ટ એક્ઝિક્યુટિવ: જીએસટી (GST), ટેક્સેશન અને કંપનીના રોજિંદા હિસાબોનું મેનેજમેન્ટ કરવું.
- ઉત્પાદન (Production) ઓપરેટર: પ્રોડક્શન લાઇન પર મશીનરી ચલાવવી અને સોફ્ટ ડ્રિંક્સના પેકેજિંગ પર ધ્યાન આપવું.
- લેબ/લાઇન કેમિસ્ટ: પીણાંની શુદ્ધતા, સ્વાદ અને ગુણવત્તાના માપદંડોની લેબોરેટરીમાં ચકાસણી કરવી.
- લોજિસ્ટિક્સ એક્ઝિક્યુટિવ: તૈયાર માલને માર્કેટમાં સમયસર પહોંચાડવા માટે ટ્રક અને ટ્રાન્સપોર્ટનું આયોજન કરવું.
- બોઈલર ઓપરેટર: પ્લાન્ટના બોઈલર યુનિટનું સંચાલન કરવું અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું.
- ફિટર અને વેલ્ડર: પ્લાન્ટમાં રહેલી મશીનરીના મેન્ટેનન્સ અને રિપેરિંગનું કામ સંભાળવું.
વયમર્યાદા (Age Limit)
ઘણી સરકારી નોકરીઓમાં વયમર્યાદા હોય છે, પરંતુ આ એક ખાનગી કંપનીની ભરતી હોવાથી કોઈ ઉપલી મર્યાદા નથી. જો તમે યોગ્ય લાયકાત ધરાવતા છો અને કામ કરવા માટે સક્ષમ છો, તો તમે ઇન્ટરવ્યૂમાં જોડાઈ શકો છો. જો કે, કોઈ ચોક્કસ પોસ્ટ માટે વય અંગે શંકા હોય તો કંપનીનો સીધો સંપર્ક કરવો જોઈએ.
| વિગત | માહિતી |
|---|---|
| વયમર્યાદા | કોઈ મર્યાદા નથી (ખાનગી સંસ્થા) |
| નોંધ | શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી |
આ પણ વાંચો – HPCL Recruitment 2026
અરજી ફી (Application Fee)
આ એક ખાનગી સંસ્થામાં ભરતી છે. કોઈપણ પ્રકારની ઠગાઈથી બચવા માટે નોંધ લેવી જરૂરી છે કે આ પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે. કોઈપણ વ્યક્તિ અથવા એજન્ટ અરજી ફીના નામે પૈસા માંગે તો તેનો શિકાર ન બનો. ઇન્ટરવ્યૂ માટે સીધા જ કંપનીના સરનામે જઈ શકાય છે.
| વિગત | માહિતી |
|---|---|
| અરજી ફી | કોઈ ફી નથી (ફ્રી એન્ટ્રી) |
| સાવધાન | કોઈપણ વ્યક્તિ ફી માંગે તો સતર્ક રહો. |
લાયકાત (Qualification)
દરેક પોસ્ટ માટે જુદી-જુદી શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. કેટલીક પોસ્ટ માટે સ્નાતક પૂરતું છે, તો કેટલીક માટે ડિપ્લોમા અથવા ડિગ્રી જરૂરી છે. એડમિન, સ્ટોર, ઉત્પાદન અને લોજિસ્ટિક્સ જેવા વિભાગોમાં કોઈપણ સ્નાતક (B.A., B.Com, B.Sc.) ઉમેદવાર અરજી કરી શકે છે.
આઈટી વિભાગ માટે BCA, ડિપ્લોમા અથવા B.E (IT/Computer) જરૂરી છે. એકાઉન્ટ્સ માટે B.Com અથવા MBA (Finance) પસંદ કરવામાં આવશે. ગુણવત્તા વિભાગમાં લેબ કેમિસ્ટ માટે B.Sc અથવા M.Sc (Chemistry) ફરજિયાત છે. ટેક્નિકલ પોસ્ટ જેવી કે ફિટર, વેલ્ડર માટે ITI અને બોઈલર ઓપરેટર માટે વર્ગ-2 બોઈલર એટેન્ડન્ટનું સર્ટિફિકેટ જરૂરી છે.
| હોદ્દો | લાયકાત |
|---|---|
| ટ્રાવેલ ડેસ્ક એક્ઝિક્યુટિવ, સ્ટોર મદદનીશ, ઓપરેટર, લોજિસ્ટિક્સ એક્ઝિક્યુટિવ | કોઈપણ સ્નાતક |
| આઇટી એક્ઝિક્યુટિવ | BCA / ડિપ્લોમા / B.E (IT/Computer) |
| એકાઉન્ટ એક્ઝિક્યુટિવ | B.Com / MBA |
| લેબ/લાઇન કેમિસ્ટ | B.Sc / M.Sc (Chemistry) |
| ફિટર ઓપરેટર, વેલ્ડર | ITI (Fitter/Welder) |
| બોઈલર ઓપરેટર | વર્ગ-2 બોઈલર એટેન્ડન્ટ સર્ટિફિકેટ |
| યાંત્રિક ઇજનેર | ડિપ્લોમા / B.E (Mechanical) |
આ પણ વાંચો – IDBI Bank Junior Assistant Manager Recruitment 2026
શા માટે તમારે દાવત બેવરેજીસ (Davat Beverages) માં જોડાવું જોઈએ?
ઘણીવાર ઉમેદવારો વિચારતા હોય છે કે આ કંપનીમાં જોડાવાથી તેમને શું ફાયદો થશે? તો તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:
- સ્થાનિક સ્તરે રોજગારીની ઉત્તમ તક: સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ-ગોંડલ વિસ્તારના યુવાનો માટે પોતાના ઘરની નજીક એક પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરવાની આ શ્રેષ્ઠ તક છે.
- બહારના જિલ્લાના ઉમેદવારો માટે સુવિધા: જો તમે અન્ય જિલ્લામાંથી આવતા હોવ, તો કંપની દ્વારા રહેવા અને જમવાની (સબસીડાઇઝ્ડ) સગવડ આપવામાં આવે છે, જે તમારી આર્થિક બચત કરવામાં મદદરૂપ થશે.
- નામી બ્રાન્ડ સાથે કામ કરવાનો અનુભવ: દાવત એ ગુજરાતની અગ્રણી સોફ્ટ ડ્રિંક્સ બ્રાન્ડ છે. આવી મોટી બ્રાન્ડ સાથે કામ કરવાનો અનુભવ તમારા રેઝ્યૂમેની વેલ્યુ વધારશે અને ભવિષ્યમાં અન્ય મોટી કંપનીઓમાં કરિયર બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
- ફ્રેશર્સ માટે શીખવાની તક: આ ભરતીમાં અનુભવીઓની સાથે ફ્રેશર્સને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે જો તમારી પાસે અનુભવ નથી તો પણ તમે અહીંથી ઘણું નવું શીખી શકો છો.
- કરિયર ગ્રોથ (Career Growth): કંપનીમાં વિવિધ 17 થી વધુ વિભાગો હોવાથી, તમને તમારા ક્ષેત્રમાં આગળ વધવાની અને પ્રમોશન મેળવવાની પૂરેપૂરી તક મળે છે.
પસંદગી પ્રક્રિયા (Selection Process)
પસંદગી પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે. પ્રથમ, ઉમેદવારે નક્કી કરેલ તારીખે (26 અથવા 27 માર્ચ) કંપનીમાં જઈને હાજર થવાનું રહેશે. ત્યાં સૌ પ્રથમ ઉમેદવારના દસ્તાવેજો ચકાસવામાં આવશે. ત્યારબાદ કંપનીના હોદ્દેદારો અથવા એચઆર ટીમ દ્વારા વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં ઉમેદવારના જ્ઞાન, અનુભવ અને આત્મવિશ્વાસને આધાર રાખે પસંદગી કરવામાં આવશે.
| વિગત | માહિતી |
|---|---|
| પસંદગીનો આધાર | ઇન્ટરવ્યૂ (વોક-ઇન) |
| પરીક્ષા | કોઈ લેખિત પરીક્ષા નથી |
| દસ્તાવેજ ચકાસણી | ઇન્ટરવ્યૂ પહેલા ફરજિયાત |
જરૂરી દસ્તાવેજો (Required Documents)
દાવત બેવરેજીસની ભરતી જાહેરાતમાં જણાવેલ માહિતી મુજબ, ઇન્ટરવ્યૂમાં જતી વખતે તમારે તમારી ઓળખ, શિક્ષણ અને અનુભવ સાબિત કરતા દસ્તાવેજો સાથે લઈ જવા ફરજિયાત છે. સૌથી મહત્વનું અપડેટેડ બાયોડેટા (CV/Resume) છે.
તેની સાથે પાસપોર્ટ સાઈઝ ફોટા (ઓછામાં ઓછા 2-3), આધાર કાર્ડ (ID પ્રૂફ માટે), તમામ શૈક્ષણિક માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ પણ લઇ જવાના રહેશે. જો તમને કોઈ કંપનીમાં અગાઉ અનુભવ હોય તો અનુભવ પ્રમાણપત્ર (Experience Certificate) પણ સાથે રાખો. બધા દસ્તાવેજો ઓરીજનલ અને ફોટોકોપી બંને સાથે રાખવા યોગ્ય રહેશે.
| દસ્તાવેજનું નામ | હેતુ |
|---|---|
| અપડેટેડ બાયોડેટા / સી.વિ. | વ્યક્તિગત અને વ્યવસાયિક માહિતી |
| પાસપોર્ટ સાઈઝ ફોટો | ફોર્મ અને ઓળખ પત્ર માટે |
| આધાર કાર્ડ | ઓળખ અને સરનામાનો પુરાવો |
| માર્કશીટ અને ડિગ્રી | શૈક્ષણિક લાયકાતનો પુરાવો |
| અનુભવ પ્રમાણપત્ર | પૂર્વ કાર્ય અનુભવ (જો હોય તો) |
| ITI / બોઈલર સર્ટિફિકેટ | ટેક્નિકલ પોસ્ટ માટે (જો લાગુ હોય) |
અરજી પ્રક્રિયા (Application Process)
દાવત બેવરેજીસના અધિકૃત ભરતી જાહેરનામામાં આપેલી વિગતો અનુસાર, ઉમેદવારો બે રીતે આ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. પ્રથમ અને સૌથી સીધી રીત છે કે 26 અથવા 27 માર્ચ 2026 ના રોજ સવારે 10:00 થી સાંજે 05:00 વાગ્યા દરમિયાન તમારા તમામ દસ્તાવેજો સાથે નીચે આપેલા સરનામા પર જઈને ઇન્ટરવ્યૂ આપો.
બીજી રીત એ છે કે જો તમે ઇન્ટરવ્યૂના દિવસે જઈ ન શકતા હોવ તો, તમે તમારો બાયોડેટા (CV) કંપનીના આપેલા ઈમેલ પર મોકલી શકો છો અથવા વોટ્સએપ નંબર પર શેર કરી શકો છો. જોકે, સીધો ઇન્ટરવ્યૂ આપવો એ સૌથી અસરકારક માનવામાં આવે છે.
| વિગત | માહિતી |
|---|---|
| ઇન્ટરવ્યૂ સરનામું | ગામ: મોવિયા, તા: ગોંડલ, જિ: રાજકોટ |
| ઈમેલ આઈડી | hrd@davatbeverages.com |
| વોટ્સએપ નંબર | +91 6358312450 |
| પદ્ધતિ | સીધો વોક-ઇન ઇન્ટરવ્યૂ (શ્રેષ્ઠ) અથવા ઈમેલ/વોટ્સએપ દ્વારા બાયોડેટા મોકલો |
લોકેશન ગાઈડ: ઇન્ટરવ્યૂ માટે કેવી રીતે પહોંચવું? (Travel Guide)
ઘણીવાર ઉમેદવારોને કંપનીના લોકેશન સુધી પહોંચવામાં મૂંઝવણ થતી હોય છે, તેથી તમારી સુવિધા માટે નીચે મુજબની માહિતી ધ્યાનમાં રાખવી:
- રાજકોટથી આવતા ઉમેદવારો: રાજકોટ સેન્ટ્રલ બસ પોર્ટ અથવા ગોંડલ ચોકડીથી તમે ગોંડલ માટેની કોઈપણ એસ.ટી. (ST) બસ અથવા પ્રાઈવેટ લક્ઝરી બસમાં બેસી શકો છો. રાજકોટથી ગોંડલનું અંતર આશરે 40 કિમી છે.
- ગોંડલથી મોવિયા: ગોંડલ બસ સ્ટેન્ડથી મોવિયા જવા માટે નિયમિત રીતે એસ.ટી. બસો અને શેરિંગ રીક્ષાઓ મળી રહે છે. મોવિયા ગામ ગોંડલથી માત્ર 10-12 કિમીના અંતરે આવેલું છે.
- ખાસ સૂચના: ઇન્ટરવ્યૂ સવારે 10:00 વાગ્યે શરૂ થતા હોવાથી, તમારે ઘરેથી વહેલા નીકળવું હિતાવહ છે જેથી તમે સમયસર પહોંચી શકો.
કરિયર એક્સપર્ટ એડવાઈઝ: ઇન્ટરવ્યૂમાં સફળતા મેળવવા માટે ખાસ ટિપ્સ
છેલ્લા 8 વર્ષથી કરિયર કાઉન્સેલિંગ ક્ષેત્રે હજારો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યા બાદ, દાવત બેવરેજીસ જેવી મોટી કંપનીમાં પસંદગી પામવા માટે હું તમને કેટલીક ખાસ ટિપ્સ આપવા માંગુ છું:
- ઇન્ટરવ્યૂ ટિપ (FMCG Industry): દાવત એક જાણીતી સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ છે, જ્યાં કામનું ભારણ અને શિસ્ત બંને મહત્વના છે. ઇન્ટરવ્યૂ દરમિયાન તમારામાં ‘શીખવાની વૃત્તિ’ (Learning Attitude) દેખાવી જોઈએ. ખાસ કરીને ફ્રેશર્સ ઉમેદવારોએ એ વાત પર ભાર મૂકવો કે તેઓ નવી ટેકનોલોજી અને પ્લાન્ટના કામકાજને ઝડપથી શીખવા માટે તૈયાર છે.
- રેઝ્યૂમે (Resume) ટિપ: તમારા બાયોડેટામાં તમારા વતન (Address) ની વિગત સ્પષ્ટ લખો. જો તમે અગાઉ કોઈ નાની દુકાન, ગોડાઉન કે ઓફિસમાં પાર્ટ-ટાઇમ કામ કર્યું હોય, તો તેનો ઉલ્લેખ ચોક્કસ કરજો. આવો અનુભવ લોજિસ્ટિક્સ, સ્ટોર કે એડમિન વિભાગમાં તમારી પસંદગીની શક્યતા 20% સુધી વધારી દે છે.
- વ્યક્તિત્વ અને ડ્રેસ કોડ: આ પ્રાઈવેટ સેક્ટરની નોકરી હોવાથી તમારો દેખાવ વ્યાવસાયિક (Professional) હોવો જોઈએ. ઇન્ટરવ્યૂમાં ફોર્મલ કપડાં પહેરીને જવું અને આત્મવિશ્વાસ સાથે જવાબ આપવો.
Davat Beverages Recruitment 2026: વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
જવાબ: આ ભરતી માટે ‘વોક-ઇન ઇન્ટરવ્યૂ’ 26 માર્ચ અને 27 માર્ચ 2026 ના રોજ સવારે 10:00 થી સાંજે 05:00 વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યા છે.
જવાબ: દાવત બેવરેજીસ દ્વારા વિવિધ 17 થી વધુ કેટેગરીમાં કુલ 92 જેટલી ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
જવાબ: હા, ખાસ કરીને પ્રોડક્શન વિભાગમાં ‘ઓપરેટર’ અને ‘હેલ્પર’ જેવી પોસ્ટ માટે ફ્રેશર્સ ઉમેદવારો પણ ઇન્ટરવ્યૂ આપી શકે છે.
જવાબ: પોસ્ટ મુજબ લાયકાત અલગ છે, જેમાં ITI, કોઈપણ શાખામાં સ્નાતક (Graduate), B.Sc, B.E. કે MBA કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે.
જવાબ: ઉમેદવારોએ દાવત બેવરેજીસ પ્રા. લિ., ગામ: મોવિયા, તાલુકો: ગોંડલ, જિલ્લો: રાજકોટ (ગુજરાત) ખાતે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.
જવાબ: જે ઉમેદવારો રૂબરૂ જઈ શકતા નથી, તેઓ પોતાનો બાયોડેટા (Resume) ઇમેઇલ આઈડી hrd@davatbeverages.com અથવા વોટ્સએપ નંબર +91 6358312450 પર મોકલી શકે છે.
જવાબ: ના, આ એક ખાનગી કંપનીની સીધી ભરતી હોવાથી કોઈ પણ પ્રકારની અરજી ફી કે રજિસ્ટ્રેશન ફી ભરવાની હોતી નથી, આ પ્રક્રિયા તદ્દન મફત છે.
જવાબ: ઇન્ટરવ્યૂ માટે અપડેટેડ બાયોડેટા, પાસપોર્ટ સાઇઝ ફોટા, આધાર કાર્ડ, શૈક્ષણિક માર્કશીટ/ડિગ્રી અને જો અનુભવ હોય તો તેનું પ્રમાણપત્ર સાથે રાખવું જરૂરી છે.
ભરતી સંબંધિત જરૂરી લિંક:
નિષ્કર્ષ (Conclusion)
આ ભરતી એ ગુજરાતના યુવાનો માટે એક મોકો છે. અહીં ફ્રેશરથી લઈને અનુભવી ઉમેદવારો માટે વિવિધ પ્રકારની પોસ્ટ ઉપલબ્ધ છે. અરજી ફી ન હોવાથી અને સીધો ઇન્ટરવ્યૂ હોવાથી આ પ્રક્રિયા સરળ બને છે. જો તમે લાયકાત ધરાવતા હો, તો 26 અથવા 27 માર્ચ 2026 ના રોજ તમારા દસ્તાવેજો સાથે કંપનીમાં જઈને ઇન્ટરવ્યૂ આપવાનું ચૂકશો નહીં. જો તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો નીચ કોમેન્ટમાં પૂછી શકો છો.
અસ્વીકરણ (Disclaimer)
આ લેખ માત્ર માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. ભરતી સંબંધિત તમામ વિગતો સત્તાવાર જાહેરાત આધારિત છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન અને વેબસાઇટ પરની માહિતી ચોક્કસ તપાસી લેવી. માહિતીમાં ફેરફાર થઈ શકે છે, તેથી અંતિમ જવાબદારી ઉમેદવારની રહેશે.

આકાશ પટેલ Mahiti Digital ના સ્થાપક અને લેખક છે. તેમણે 2015 માં Uka Tarsadia University માંથી MBA (Marketing) પૂર્ણ કર્યું છે અને 1000 થી વધુ સરકારી માહિતી આધારિત લેખ લખ્યા છે. લોકો સુધી સરકારી નોકરી અને યોજનાઓની સાચી અને સરળ માહિતી ગુજરાતી ભાષામાં પહોંચાડવાનું તેમનું ધ્યેય છે.